અંબાલાલ પટેલે અંગ દઝાડતી ગરમી પડવાની આગાહી કરી અંબાલાલ પટેલ પ્રમાણે આગામી 12થી 20 એપ્રિલ સુધી તાપમાન 40 ડિગ્રીને પાર જઈ શકે છે. ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર થવાની સંભાવના છે. જેમાં પાટણ, મહેસાણા, બનાસકાંઠામાં કાળઝાળ ગરમી પડી શકે. તો મધ્ય ગુજરાતમાં પણ તાપમાન 43 ડિગ્રીને પાર થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.