ચોમાસા અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી. વીજળી પડવાની ઘટનાઓ વધી શકે છે. ગાજવીજ અને ભારે પવન સાથે આવશે વરસાદ. કાચા મકાનોમાં રહેતા લોકોએ સાવચેત રહેવું. ખેતરોમાં પાક ધોવાઈ જવાની, ખાતર નિષ્ફળ જવાની શક્યતા. અંબાલાલ પટેલની આગાહી અનુસાર. ઉત્તર ગુજરાત અને સાબરકાંઠાના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતા છે. તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદી જમાવટ જોવા મળશે. મહેસાણા અને ખેરાલુમાં ભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે. તો આગામી 36 કલાક. અમદાવાદ અને ગાંધીનગર માટે અતિભારે સાબિત થવાની આગાહી કરવામાં આવી છે.