ગુજરાતીઓ કાંતિલ ઠંડી માટે તૈયાર રહેજો. રાજ્યમાં આગામી દિવસોમાં હાડ થીઝવતી ઠંડી પડશે. ઠંડીને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. જે મુજબ નવેમ્બર મહિનાના અંત અને ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજું અનુભવાશે. ડિસેમ્બર મહિનામાં કોલ્ડવેવનો પણ અનુભવ થશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.