પવિત્ર માસમાં વિવિધ મંદિરો અને ફૂલ બજારમાંથી ૩૦ હજાર કિલો પૂજાપો અને કચરો એકઠો કરાશે શ્રાવણમાં શિવજીને ચડતાં ફૂલોમાંથી ખાતર બનશે પવિત્ર શ્રાવણ માસના સાથે શિવમંદિરોમાં ભક્તોની ભીડ દેખાઈ રહી છે. શિવભક્તોનો માનીતો અવસર એટલે શ્રાવણમાં ભોલેનાથને ચડાવવા માટેની દૂધ, ફૂલ સહિતની સામગ્રીની માંગમાં ઉછાળો થયો છે. જોકે, ભક્તોને જાણીને નવાઈ લાગે કે, શિવજીને શ્રાવણ માસમાં ચડતાં ફૂલોમાંથી હજારો કિલો ખાતર બનશે. પવિત્ર માસમાં મંદિરો અને ફૂલ બજારમાંથી મહિના દરમિયાન ૩૦ હજાર કિલો નકામો પૂજાપો-કચરો એકઠો કરાશે. પાલિકાના વર્મી કમ્પોસ્ટિંગ પ્લાન્ટમાં આ નકામા કચરામાંથી ખાતર બનાવાશે.