પાટીદાર યુવાનોમાં વધતા વ્યસન, દેખાદેખી અને સ્વકેન્દ્રી લાઈફસ્ટાઈલને લઈને SPG અધ્યક્ષ લાલજી પટેલે મોટું નિવેદન આપ્યું છે.. તેમણે યુવાનો ફિલ્મો જોઈને ગેંગસ્ટર બનવાના રવાડે ચઢ્યા હોવાનો કટાક્ષ કર્યો. પાટીદાર સમાજના પ્રશ્નોના ઉકેલ માટે ટૂંક સમયમાં ‘મહાસંમેલન' બોલાવાશે, તેવી પણ જાહેરાત કરાઈ છે. આ સાથે SPG દ્વારા કડીમાં નવી આધુનિક લાઈબ્રેરી બનાવવાની જાહેરાત કરી. તો સમાજના લોકોની મદદ માટે ટૂંક સમયમાં AI એપ્લિકેશન લોન્ચ કરાશે. ઉપરાંત, દીકરીઓને ભગાડી જવાની ઘટનાઓમાં કડક કાયદાની માગ કરાઈ છે. મંદિરોના પાટોત્સવના ખર્ચને બદલે શિક્ષણ અને રમતગમતમાં ખર્ચવા અપીલ કરી.