કચ્છ જિલ્લાના ગાંધીધામ તાલુકના કંડલાના મીઠા પોર્ટ પર વહેલી સવારથી જ 20 JCB, 100 ટ્રેક્ટર સાથે 500 પોલીસ કર્મચારીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો. દીનદયાળ પોર્ટ ઓથોરિટી અને પોલીસના સંયુક્ત ઓપરેશનથી દબાણ હટાવવાની કામગીરી કરાઈ. દબાણ દૂર કરવા માટે પૂર્વ કચ્છ જિલ્લામાંથી આશરે 40 અધિકારી અને 500 પોલીસ કર્મચારી તૈનાત કરાયા. આ મેગા ડિમોલિશન દરિયાઈ સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું.. ૪થી ૫ હજારની વસતી ધરાવતા વિસ્તારના દબાણો દૂર કરાયા. આ દબાણવાળો વિસ્તાર શરીરસંબંધી, મિલકતસંબંધી ગુનાઓ અને જાણીતા પ્રોહિબિશન બૂટલેગરો માટે કુખ્યાત હતો.. અગાઉ પણ નોટિસ અપાઈ હતી. જે બાદ આખરે કાર્યવાહી કરાઈ. અને 250 કરોડની 100 એકર જેટલી જમીન ખુલ્લી કરવામાં આવી. દબાણ ધરાશાયી કરવા. 20 જેસીબી, 20 હિટાચીની મદદ લેવાઈ. તો. 40 લોડર, 40 ડમ્પર અને 100 ટ્રેક્ટર પણ કામે લગાવાયા. દબાણો સામે કાર્યવાહીને ધ્યાનમાં રાખી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. પોલીસનું કહેવું છે કે આ વિસ્તારમાં અનેક એવા તત્વો રહેતા હતા જે ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા. ગુનાઓ આચરતા આરોપીઓ દ્વારા આ વિસ્તારમાં દબાણ કરાયું હતું. અને તે દ્રષ્ટિએ પણ. આ કાર્યવાહી. અત્યંત જરૂરી હતી.