પોરબંદર પોર્ટ પર માલવાહક જહાજમાં ભીષણ આગ બાદ જળસમાધી. જામનગરના હરિદર્શન નામનું જહાજ પોરબંદર પોર્ટ પર માલ ભરવા આવ્યું હતું. જો કે, તે સોમાલિયા જવા નીકળે તે પહેલાં જહાજમાં આગ લાગી. ભીષણ આગના કારણે સમગ્ર જહાજ બળીને ખાખ થયા બાદ દરિયામાં ડૂબી ગયું. હરિદર્શન જહાજમાં 950 ટન ચોખા અને 78 ટન ખાંડ ભરેલી હતી. આગ લાગતાની સાથે જહાજની બાજુમાં પાર્ક કરાયેલા કોસ્ટગાર્ડ, નેવીના જહાજોને દૂર કરાયા. ફાયરબ્રિગેડની ટીમે આગને કાબૂમાં લેવા ભારે જહેમત ઉઠાવી. દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. સદનસીબે દુર્ઘટનામાં જાનહાનિના કોઈ સમાચાર નહીં.