સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં કાળી ચૌદશ નિમિત્તે યજ્ઞ યોજાયો. કાળી ચૌદશ અને શનિવારનો અનોખો સંયોગ હોવાથી દાદાને હીરા જડિત આભૂષણના વાઘા પહેરાવી વિષેશ શણગાર કરાયો હતો અને વહેલી સવારે આરતી બાદ દાદાની છડીને અભિષેક કરી પૂજન કરવામાં આવ્યું હતું અને મારૂતિ યજ્ઞ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો. શનિવાર અને કાળી ચૌદશનો અનોખો સંયોગ હોવાથી મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.