દેશભરમાં ઈન્ડિગો એરલાઈન્સની અનેક ફ્લાઈટ રદ કરવી પડી. 8 એરપોર્ટ પર ઈન્ડિગોની 100થી પણ વધુ ફ્લાઈટ કેન્સલ. છેલ્લા બે દિવસમાં ઈન્ડિગોની 200થી વધુ ફ્લાઈટ રદ થઈ. ટેકનિકલ ખામી અને ક્રૂ મેમ્બર્સની ઘટના લીધે અસર થઈ હોવાનો એરલાઈન્સ કંપનીનો દાવો. વડોદરામાં પણ ઈન્ડિગો એરલાઈન્સના અનેક વિમાનો ઉડાન ભરી ન શક્યાં. વધુ 4 ફ્લાઈટ્સ રદ કરાઈ. મુંબઈ, દિલ્લી, હૈદરાબાદ અને ગોવાની ફ્લાઈટ કેન્સલ થતાં મુસાફરો રઝળ્યા. છેલ્લા 9 દિવસમાં વડોદરાની 11 ફ્લાઈટ થઈ રદ. ફ્લાઈટ રદ કરવા પાછળ ઓપરેશનલ કારણ જણાવાયું. ઈન્ડિગો એરલાઈન્સની કેન્સલ થયેલી ફ્લાઈટ અંગે વિગતવાર જોઈએ તો. બેંગાલુરૂમાં 42, દિલ્લીમાં 38, અમદાવાદમાં 25 ફ્લાઈટ રદ થઈ છે. તો ઈન્દોરમાં 11, હૈદરાબાદમાં 19, સુરતમાં 8 અને કોલકત્તામાં ઈન્ડિગોની 10 ફ્લાઈટ કેન્સલ થઈ છે. જેનાથી અનેક મુસાફરોને એરપોર્ટ પર રઝળવાનો વારો આવ્યો. તેનાથી મુસાફરોમાં રોષ ફેલાયો. અને કેટલાક એરપોર્ટ પર એરલાઈન્સના સ્ટાફ અને મુસાફરો વચ્ચે બોલાચાલીના દ્રશ્યો પણ સામે આવ્યા.