નર્મદામાં થયેલી હાર મામલે મનસુખ વસાવાના પ્રહાર..મનસુખ વસાવાએ જિલ્લા પ્રમુખોનો લીધો ઉધડો. પ્રમુખ અને મહામંત્રીઓ AC ઓફિસમાં બેસી રહે છે. ACમાં બેસી રહેવાથી તાલુકા અને જિલ્લા પંચાયત ન જીતી શકાય..નિલ રાવ કોઈપણ સીટ પર જીતાડવા માટે નીકળ્યા નથી. નર્મદા જિલ્લા સંગઠન પ્રભારી અર્જુન ચૌધરી કઠપૂતળી જેવો છે. અહીંયા નીલ અને ભોલો 2 રાક્ષસો છે. આપણે આ લોકોના ભરોસે નથી રહેવાનું. આપણે હવે 2027 માટે મહેનત કરવાની છે. ચૈતર સામે કાઉન્ટર કરવાની ક્ષમતા ન હોય તો પદ છોડી દો. નાંદોદ અને ડેડીયાપાડા વિધાનસભા જીતવા મહેનત કરવાની છે. મનસુખ વસાવાના પ્રહાર પર અર્જુન ચૌધરીની પ્રતિક્રિયા સામે આવી.મનસુખ વસાવા અમારા વડીલ છે. તેમણે કઠપુતળી કહ્યું તેનાથી મને ખોટું નથી લાગ્યુ. સાંસદે જે મારા વિશે કહ્યું તે ખોટું છે. મને ચૂંટણીના 5 દિવસ પહેલાજ પ્રભારી બનાવ્યો હતો. હું 35 વર્ષથી સંગઠનમાં છું અને કામ કરૂ જ છું. આગામી સમયમાં અમે બધું ઠીક કરી દઈશું.