ગાંધીનગર સ્થિત ‘સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા’ (SAI) ખાતે રમતગમતના એક વિશેષ કાર્યક્રમ દરમિયાન એક અનોખો નજારો જોવા મળ્યો હતો. કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા ગ્રાઉન્ડ પર હાજર રમતવીરોનો ઉત્સાહ વધારવા માટે પોતે પણ મેદાનમાં ઉતરી ગયા હતા. તેમણે ત્યાં ટ્રેનિંગ લઈ રહેલી મહિલા પ્લેયર્સ સાથે કબડ્ડીની રમત રમીને તેમનું મનોબળ વધાર્યું હતું. તેમણે કબડ્ડી ગ્રાઉન્ડ પર ખેલાડીઓ સાથે રમત રમીને તેમનો જુસ્સો બમણો કર્યો હતો. સામાન્ય રીતે પ્રોટોકોલમાં વ્યસ્ત રહેતા મંત્રીને પોતાની સાથે મેદાન પર રમતા જોઈને યુવા મહિલા ખેલાડીઓ ખુબ ખુશ થઈ ગઈ હતી. મંત્રીએ મેદાન પર દીકરીઓ સામે ‘કબડ્ડી-કબડ્ડી’ કહીને દાવ લીધો હતો, જેનાથી ખેલાડીઓનો જુસ્સો બમણો થયો હતો. સોશિયલ મીડિયા પર પણ મંત્રીનો આ દેશી અને સ્પોર્ટી અંદાજ વાયરલ થઈ રહ્યો છે.