ગાંધીનગરના માણસા કોલેજમાં યોજાયેલા એક સેમિનારમાં સ્ટેજ પર જ રાજવી પરિવાર અને ભાજપ પ્રવક્તા વચ્ચે તુતુ મેમે થઇ હતી. ઇતિહાસના વિષય પર ચર્ચા કરતા ભાજપ પ્રવકતાએ જે વાત મુકી હતી તેને લઇને રાજવી પરિવારના સભ્ય અને ભાજપ પ્રવક્તા વચ્ચે સ્ટેજ પર જ બોલાચાલી થઇ જેનો એક વીડિયો સામે આવ્યો છે. ગાંધીનગરમાં સ્થિત માણસા કોલેજમાં તાજેતરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં એક વિવાદાસ્પદ ઘટના બની છે. આ કાર્યક્રમમાં માણસાના રાજવી અને ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા જયરાજસિંહ પરમાર મુખ્ય વક્તા તરીકે હાજર હતા. કાર્યક્રમનો મુખ્ય વિષય વિદ્યાર્થીઓ માટે ઇતિહાસ પર આધારિત સેમિનાર હતો. જયરાજસિંહ પરમાર પોતાના ભાષણમાં ક્ષત્રિય સમાજના ઇતિહાસ પર ચર્ચા કરી રહ્યા હતા, અને તે દરમિયાન અંગ્રેજ શાસનકાળનો ઉલ્લેખ કર્યો હતો. તેમના નિવેદનમાં, તેમણે ક્ષત્રિયોના યુદ્ધો અને વર્ણ વ્યવસ્થાને ભારતના ગુલામીના કારણ તરીકે રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો.