ભરૂચ જામા મસ્જિદ વિવાદમાં ગુજરાત હાઈકોર્ટે આગામી સુનાવણી 13 ઓક્ટોબરે રાખી છે. કોર્ટે ASIને અરજદારો દ્વારા રજૂ કરાયેલા પુરાવાઓની બારીકાઈથી તપાસ કરવા અને આગામી સુનાવણીમાં સક્ષમ તથા વિષયના નિષ્ણાત અધિકારીને હાજર રાખવા સૂચના આપી છે. સુનાવણી દરમિયાન ઐતિહાસિક ગ્રંથો, સ્થાપત્યનાં લક્ષણો, વર્ષ 1909ના ગેઝેટ અને મધ્યપ્રદેશ હાઈકોર્ટના ભોજશાળા કેસના ચુકાદાનો હવાલો આપવામાં આવ્યો હતો. રાજ્ય સરકારે ઐતિહાસિક સ્મારક અને મૂર્તિના સંરક્ષણની જરૂરિયાત અંગે રજૂઆત કરી હતી.