ISKP સાથે જોડાયેલા 3 આતંકીઓને ગુજરાત ATSએ દબોચાયા. સાઈનાઈડ કરતા ખતરનાક ઝેર બનાવવાનો હતો પ્લાન.આરોપી ડૉ. સૈયદ ફંડ મેળવી મોટા હુમલાની હતો ફિરાકમાં..કોઈ હુમલાનો અંજામ આપે તે પહેલા અડાલજ નજીકથી ATSએ ઝડપી લીધા. ઝડપાયેલા ત્રણ આતંકીઓ પૈકી ડો. અહેમદ મોહ્યુદ્દીન સૈયદે ચીનમાં MBBSનો અભ્યાસ કર્યો છે. તે કેટલાક વિદેશી લોકોના સંપર્કમાં હોવાનું સામે આવ્યું. ડો. સૈયદ સાઈનાઈડ કરતા ખતરનાક ઝેર બનાવવાનો પ્રયાસ કરી રહ્યો હોવાનો ઘટસ્ફોટ થયો. આરોપીઓમાંનો એક સૈયદ અહેમદ ભણેલો-ગણેલો છે અને તે અબુ ખ્દીજા નામના આરોપીના સંપર્કમાં હતો. આ આતંકીઓ ગુજરાતમાં હથિયારોની આપ-લે કરવાના ઇરાદે 6 નવેમ્બરની રાત્રે આવ્યા હતા અને તેમણે દેશના અનેક સ્થળો પર હુમલો કરવાનું કાવતરું ઘડ્યું હતું. આરોપીઓ આઝાદ અને સોહિલ પાસેથી રાજસ્થાનના હનુમાનગઢ ખાતેથી વસ્તુઓ મેળવી હતી અને તે હૈદરાબાદ પરત જઈને સાઇનાઇડ કરતાં પણ ખતરનાક ઝેર બનાવવાની પ્રક્રિયા કરી રહ્યો હતો. પ્રાથમિક તપાસ મુજબ, આ ઝેરી પાવડર ફોર્મમાં તૈયાર કરી તેનો ઉપયોગ ખાવામાં ભેળવીને કરવામાં આવે તેમ હતો.