ગુજરાતમાં અનેક વાર આગ લાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે ભાવનગરમાં પણ આગ લાગવાની ઘટના બની છે. મળતી માહિતી અનુસાર ભાવનગરના કાળુભા રોડ પર આવેલી ખાનગી હોસ્પિટલમાં આગ લાગવાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઉપરાંત આગ વિકરાળ બનતા ધૂમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. જોકે વર્તમાન સમયમાં પ્રાપ્તથતી માહિતી અનુસાર હોસ્પિટલમાં અનેક દર્દીઓ ફસાયા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર હોસ્પિટલમાં અનેક દર્દીઓ ફસાયા હોવાનો અહેવાલ મળી રહ્યાં છે. કેટલાત દર્દીઓનું ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છે.