અરે... હવે લગ્નની કંકોત્રીમાં માત્ર વર-કન્યાનું નામ નહીં... જન્મતારીખ પણ છાપવી પડશે! હા... મહારાષ્ટ્ર સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. આ નિયમનો સૌથી મોટો હેતુ છે... બાળલગ્ન અટકાવવા... અને લગ્ન સમયે વર-કન્યાની સાચી ઉંમરની સરળતાથી ચકાસણી થઈ શકે. હવે લગ્નની કંકોત્રીમાં... વર અને કન્યા બંનેની જન્મતારીખ લખવી ફરજિયાત રહેશે. શું ફાયદો? ભવિષ્યમાં લગ્ન નોંધણી કરાવતી વખતે... આ જ કંકોત્રી મહત્વના દસ્તાવેજી પુરાવા તરીકે પણ ઉપયોગી બનશે. આ નિર્ણયથી... ખોટી ઉંમર બતાવવાના કિસ્સાઓ ઘટી શકે... અને સમગ્ર પ્રક્રિયા વધુ પારદર્શક બની શકે. હવે સૌથી મોટો સવાલ... શું ગુજરાતમાં પણ આવો નિયમ લાગુ થવો જોઈએ? શું આ નિર્ણયથી બાળલગ્ન પર રોક લાગશે? શું સમાજમાં પારદર્શિતા વધશે? તમને શું લાગે છે?