Surat : ગુજરાતમાં ફરી એકવાર લમ્પી વાયરસની (Lumpy virus) એન્ટ્રી થતા પશુપાલકો ચિંતિત બન્યા છે. સૌરાષ્ટ્ર અને ઉતર ગુજરાત બાદ હવે સુરતના માંગરોળમાં લમ્પી વાયરસે કહેર મચાવ્યો છે. માંગરોળના વેરાકુઈ ગામમાં લમ્પીથી એકસાથે 15 પશુઓના મોત થયા હતા. રહી રહીને પશુપાલન વિભાગ (Animal Husbandry department) હરકતમાં આવતા ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો. દુધાળા તેમ જ બળદ, વાછરડા અને ગાયોના મોત થતા પશુપાલકોની હાલત કફોડી બની છે. લમ્પી વાયરસને કાબૂમાં લેવા માટે સુમુલ ડેરીના વેટનરી વિભાગે વેક્સિનેશનની કામગીરી હાથ ધરી હતી.