સરકાર દ્વારા LPG સબસિડીના નિયમોમાં કડકાઈ વધારવામાં આવી. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ એવા ગ્રાહકોને મોબાઈલ પર નોટિસ મોકલવાનું શરૂ કર્યું છે જેમની વાર્ષિક કરપાત્ર આવક 10 લાખથી વધુ છે. જે પરિવારોની વાર્ષિક આવક 10 લાખથી વધુ છે, તેઓ સબસિડી માટે પાત્ર રહેશે નહીં. આવા ગ્રાહકોએ હવે બજાર ભાવે સિલિન્ડર ખરીદવો પડશે અને તેમની સબસિડી બંધ કરી દેવામાં આવશે.