મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિને લીધે. હાલ દેશમાં ગેસ સંકટ તોળાઈ રહ્યું છે. ક્યાંક ઘરેલુ ગેસ સપ્લાય પણ અવરોધાઈ શકે તે આશંકાએ. લોકોએ ઈલેક્ટ્રિક સ્ટવ. એટલે કે ઈન્ડક્શન માટેની ઈન્કવાયરી વધારી દીધી છે. દુકાનદારોના જણાવ્યા પ્રમાણે. પહેલાં બે મહિને માંડ એક સ્ટવ વેચાતો હતો. જેના બદલે. હાલ રોજ ત્રણ સ્ટવ વેચાઈ રહ્યા છે. ગ્રાહકોનું કહેવું છે કે ગેસ બુકિંગના અનેક દિવસ છતાં હજુ સિલિન્ડર ન આવતા. સતર્કતાના ભાગ રૂપે. તેવો ઈન્ડક્શન સ્ટવ વસાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમાં છેલ્લા 24 કલાકમાં. ઈન્ડક્શન સ્ટવની માગમાં 20 ટકાનો ઉછાળો નોંધાયો છે. તો બીજી તરફ ભાવ વધવાની આશંકાએ પણ લોકો ખરીદી કરી રહ્યા છે. મળતી વિગતો અનુસાર પહેલાં ઈન્ડક્શનની જે ઈકોનોમિકલ બ્રાન્ડ. 500માં મળતી હતી. તેના હાલ 800 રૂપિયા થઈ ગયા છે. જ્યારે બ્રાન્ડેડ કંપનીઓના ઈન્ડક્શન જે 2000 રૂપિયામાં મળતા હતા તેનો ભાવ હાલ2500 બોલાઈ રહ્યો છે.