આગામી દિવસોમાં તમને ઘરેલું LPG ગેસ સિલિન્ડર 14.2 કિલોથી ઘટાડીને 10 કિલોગ્રામ ગેસ મળશેના સમાચાર વાયુવેગે ફેલાયા હતા, જે બાદ લોકોમાં ડર ઉભો થયો હતો કે ગેસ સિલિન્ડરનું કદ ઘટાડી ઓછો ગેસ આપવામાં આવશે તો પરેશાની ઉભી થશે. જોકે આ વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે કે ગેસનું કદ ઘટાડી 14.2 કિલોના બદલે 10 કિલો ગેસ આપવાની ફેલાયેલી માહિતી તદ્દન ખોટી અને માત્ર એક અફવા છે. LPG ગેસ સિલિન્ડરનું કદ ઘટાડવાની અફવાઓનો આખરે ખુલાસો થયો છે. પેટ્રોલિયમ મંત્રાલયે આ અંગે જણાવ્યું છે કે આ માહિતી માત્ર અફવા છે. 14.2 કિલોનો ગેસ સિલિન્ડરનું કદ ઘટાડીને 10 કિલો ગેસ આપવામાં નહીં આવે. જે મુજબ પહેલા ચાલી રહ્યું હતુ તે જ મુજબ ચાલશે અને ગેસ સિલિન્ડરનું કદ ઘટાડવા અંગે ફેલાયેલી માહિતી તદ્દન ખોટી છે. આ સાથે મંત્રાલયે લોકોને અફવાઓથી દૂર રહેવા માટે પણ અપીલ કરી છે. તમને જણાવી દઈએ તો ગઈકાલે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ વોટ્સ એપ, ફેસબુક દ્વારા ગેસ સિલિન્ડરનું કદ ઘટાડવા અંગેના સમાચાર વાયરલ થયા હતા જે બાદ લોકોમાં ડર ફેલાયો હતો જોકે આ સમાચારને લઈને મંત્રાલયે સામે આવી તે માત્ર એક અફવા હોવાનો ખુલાસો કર્યો છે.