તો દેશવાસીઓ પર ફરી ફૂટ્યો છે મોંઘવારીનો બોમ્બ. અને ઘરેલું LPG સિલિન્ડરના ભાવમાં કરી દેવાયો છે રૂપિયા 29નો વધારો. રાતોરાત આ નવો ભાવ વધારો અમલી પણ થઇ ચૂક્યો છે. એટલે કે હવે ઘરેલું LPG સિલિન્ડર માટે દિલ્લીવાસીઓએ 913ના બદલે 942 રૂપિયા ચૂકવવા પડશે. આપને જણાવી દઇએ કે ચાલુ વર્ષે યુદ્ધ શરૂ થયા બાદ ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં સતત બીજીવાર આ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. જેનો સીધો અર્થ છે કે હવે કરોડો ગૃહીણીઓના રસોડાના બજેટ પર અસર થશે. એક તરફ યુદ્ધની સ્થિતિ છે, બીજી તરફ સપ્લાય ચેન તૂટતા હવે સરકાર ભીંસમાં મૂકાઇ છે. જોકે રાહત ગણો કે પછી કેન્દ્રની નીતિ. પરંતુ અત્યાર સુધીમાં યુદ્ધ શરૂ થયા બાદ ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતમાં આ બીજીવાર વધારો કરાયો છે. અગાઉ 7મી માર્ચે LPG સિલિન્ડર પર 60 રૂપિયાનો વધારો કરાયો હતો. એટલે કે પાછલા 3 મહિનામાં ઘરેલુ ગેસ 89 રૂપિયા જેટલો મોંઘો થઇ ગયો છે. અત્યાર સુધી સરકારે ઘરેલુ ગેસને ભાવ વધારાથી દૂર રાખવાનો પ્રયાસ કર્યો હતો. જોકે હવે ગેસ સંકટ સર્જાઇ ચૂક્યું છે અને સ્થિતિ કથળી રહી છે, ત્યારે નવા ભાવ વધારાથી કરોડો દેશવાસીઓ પર વધારાનો આર્થિક બોઝ આવશે તેમા કોઇ બેમત નથી.