ખાનગી હવામાન એજન્સીનો મોટો દાવો. સ્કાયમેટે જણાવ્યું કે, અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ છે. આગામી સમયમાં ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન બની શકે. વાવાઝોડું બનવાની શક્યતા હાલમાં દેખાતી ન હોવાનું સ્કાયમેટે જણાવ્યું. આગામી સમયમાં નક્કી થશે કે વાવાઝોડું બનશે કે નહીં.