ગીર સોમનાથના કોડીનારમાં ડીઝલ ભરાવવા માટે પેટ્રોલ પંપ પર લાંબી કતારો લાગી. લણણી અને ચોમાસું વાવેતર માટે ખેતરો તૈયાર કરવા ડીઝલની માગ વધી. પેટ્રોલ પંપ સંચાલકોએ કેરબામાં ડીઝલ ભરવાની મનાઈ કરતા ટ્રેક્ટર સાથે ખેડૂતો ઉમટ્યાય. વારંવાર લાઈનમાં ઊભા રહેવાની સ્થિતિ સર્જાતા ખેડૂતોમાં રોષ ફેલાયો.