અનેક પાર્ટીઓ વોટ માંગવા આવે છે પરંતું રસ્તો બનાવતી નથી. આ આરોપ લગાવ્યા છે બનાસકાંઠાના ડીસાના ખેડૂતોએ. આસેડાથી હોણાને જોડતો માર્ગ ન બનતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે. ખેડૂતોના આરોપ છે કે છેલ્લા 20 વર્ષથી ભાજપને મત આપ્યો છતાં રસ્તો બન્યો નથી. રસ્તો ન બનતા વિદ્યાર્થીઓને શાળાએ જવામાં અને લોકોને પણ અણધારી સ્થિતિમાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે આસેડા ગામમાં રસ્તો ન બનતા સ્થાનિકોએ ભાજપનો બહિષ્કાર કર્યો છે. સ્થાનિકોનો આરોપ છે કે સત્તાધીશો માત્ર મોટા મોટા વાયદા કરે છે. પરંતું ક્યારેય સમસ્યાનો નિકાલ લાવતા નથી. ત્યારે સત્તાધીશોની કામગીરીથી નારાજ સ્થાનિકોએ ભાજપનો બહિષ્કાર કરવાનો સૂર રેલાવ્યો છે.