દિવાળી ટાણે રાજ્યમાં દારૂની હેરાફેરીનો સિલસિલો થમી જ નથી રહ્યો.આ વખતે વડોદરામાં મોટા પ્રમાણમાં દારૂની હેરાફેરીનો કિસ્સો સામે આવ્યો છે.,.આ વખતે તરસાલીના શ્રીનાથ કાર્ગો ટ્રાન્સપોર્ટની ઓફિસમાં જ્યારે PCBએ દરોડા પાડ્યા તો તે દરમિયાન તપાસમાં ટ્રાન્સપોર્ટના કુરિયરની આડમાં દારૂની મોટા પ્રમાણમાં હેરાફેરી થયાનો ખુલાસો થયો હતો.PCBએ દારૂની લગભગ 50 પેટી જપ્ત કરી છે.આપને જણાવી દઈએ કે PCBની તપાસ દરમિયાન પાર્સલમાં રહેલી દારૂની બોટલ તૂટતાં આ સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો.જે બાદ શ્રીનાથ કાર્ગો ટ્રાન્સપોર્ટના સંચાલકે પોલીસને જાણ કરી હતી.જેમાં પોલીસ તપાસ કરતા 50 પેટી દારૂ મળી આવ્યો હતો,આ કુરિયર રાજસ્થાનના ઉદયપુરથી મંગાવવામાં આવ્યું હતું,કુરિયર મંગાવનારા શખ્સની પોલીસે શોધખોળ શરૂ કરી છે.