જૂનાગઢના ગિરનાર દરવાજા નજીક રહેણાક વિસ્તારોમાં સિંહોની અવરજવર. રાધાનગર વિસ્તારમાં રાત્રીના સમયે શેરીમાં શિકારની શોધમાં આવેલો સિંહ CCTV કેમેરામાં કેદ થયો. સિંહ શેરીમાં રખડતા પશુનો શિકાર કરવાનો પણ પ્રયાસ કર્યો. પશુઓ ભાગી જતાં શિકાર કરવામાં નિષ્ફળતા મળી. સોસાયટીમાં જ સિંહો આવી જતાં રહીશોમાં ફફડાટ. જૂનાગઢના રહેણાક વિસ્તારોમાં હવે સિંહના આંટાફેરા સામાન્ય થયા હોય તેમ અવાર-નવાર સિંહ નજરે પડે છે.જૂનાગઢના ગિરનાર દરવાજા નજીક આવેલા રાધાનગર વિસ્તારમાં રાત્રીના સમયે શેરીમાં લટાર મારતો સિંહ CCTVમાં કેદ થયો છે.સિંહ શેરીમાં રખડતા પશુનો શિકાર કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.પરંતુ પશુઓ ભાગી જતા શિકાર કરવામાં સફળતા મળી ન હતી.રહેણાક વિસ્તારમાં સિંહના આંટાફેરાથી રહીશોમાં પણ ફફડાટ ફેલાયો છે.