અમરેલીના ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર જોવા મળ્યા સાવજો. રાજુલાના વિકટર નજીક સિંહો નેશનલ હાઇવે પર આવી ચડ્યા. રોડ વચ્ચે સાવજોએ અડીંગો જમાવતાં વાહનચાલકો અટવાયા. સિંહો શિકારની શોધમાં વારંવાર હાઈવે પર આવી જતા હોવાની ઘટનાઓ વધી. જેના લીધે તેમની સુરક્ષા પર સવાલ ઉઠ્યા.