અમરેલી જિલ્લાના ધારી તાલુકાના હાલરીયા ગામમાં મોડી રાત્રે બે સિંહો શિકારની શોધમાં ગૌશાળા નજીક આવી પહોંચ્યા હતા. સિંહોને જોઈને ગૌશાળામાં બાંધેલી ગાયો અને અન્ય પશુઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી. આ સમગ્ર ઘટના ગૌશાળામાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે.આ ઘટના ગોપાલ ગૌશાળા પાસે બની હતી. સિંહો ગૌશાળાના મુખ્ય દરવાજા પાસે લાંબા સમય સુધી ફરતા રહ્યા હતા.હાલરીયા ગામમાં સાવજના આંટાફેરા બાદ સ્થાનિકોમાં ફફડાટ છે. જો કે સામે આવેલા CCTVમાં.ગૌશાળાની અંદરના ફફડાટના દ્રશ્યો પણ. કેદ થઈ ગયા છે. પશુઓના મારણ માટે બન્ને સાવજ.. ગોપાલ ગૌશાળાની નજીક પહોંચ્યા હતા. જો કે ગૌશાળાના દરવાજા બંધ હોઈ.સાવજ અંદર ન ઘૂસી શક્યા. પરંતુ, અંદર રહેલી ગાયોને અણસાર આવી ગયો હતો કે બહાર કોઈ "શિકારી" આવી ગયું છે. અને તેને પગલે. તેમણે ગૌશાળાની અંદર જ દોડધામ કરી મુકી. રાહતની વાત એ છે કે તમામ ગાય સલામત છે. તો બીજી તરફ. સાવજોને મારણ વિના જ. પાછું ફરવું પડ્યું.હાલરીયા ગામ અને આસપાસના વિસ્તારોમાં સિંહોની સતત અવરજવરને કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે. લોકો રાત્રિના સમયે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને સાવચેતી રાખી રહ્યા છે. હાલરીયા ગામમાં સાવજના આંટાફેરા બાદ સ્થાનિકોમાં ફફડાટ છે. જો કે સામે આવેલા CCTVમાં. ગૌશાળાની અંદરના ફફડાટના દ્રશ્યો પણ. કેદ થઈ ગયા છે. પશુઓના મારણ માટે બન્ને સાવજ. ગોપાલ ગૌશાળાની નજીક પહોંચ્યા હતા. જો કે ગૌશાળાના દરવાજા બંધ હોઈ. સાવજ અંદર ન ઘૂસી શક્યા. પરંતુ, અંદર રહેલી ગાયોને અણસાર આવી ગયો હતો કે બહાર કોઈ "શિકારી" આવી ગયું છે. અને તેને પગલે. તેમણે ગૌશાળાની અંદર જ દોડધામ કરી મુકી. રાહતની વાત એ છે કે તમામ ગાય સલામત છે. તો બીજી તરફ. સાવજોને મારણ વિના જ. પાછું ફરવું પડ્યું.