ગીર સોમનાથમાં અવાર-નવાર રહેણાંક વિસ્તારોમાં સિંહની લટાર સામે આવતી હોય છે. ત્યારે વેરાવળ તાલુકાના પંડવા ગામે સિંહોની એન્ટ્રી થઈ છે. એક સાથે ચાર સિંહો ગામના રસ્તા પર જોવા મળતાં લોકોમાં કૂતુહલ સર્જાયું હતું. સાવજનો પરિવાર જાણે શિકાર કરવા માટે ગામ તરફ આવ્યો હોય તેવું લાગતાં ગ્રામજનોમાં ભયનો માહોલ પણ ફેલાયો. જો કે વાડી વિસ્તારમાં અચાનક સિંહોએ ધામા નાખતા વાહનો થંભી ગયા. થોડા દિવસ અગાઉ પણ પાંડવ ગુફા વિસ્તારમાં સિંહો જોવા મળ્યા હતા. વાહન ચાલકે સિંહોનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે.