ફરી એકવાર ગીર સોમનાથના ઉનાથી સિંહણના આંટાફેરાના દ્રશ્યો સામે આવ્યા.પરંતુ આ વખતે ઉનાના ગાંગડા ગામે સિંહણ જાણે પોતાના જંગલમાં આંટાફેરા મારતી હોય તે રીતે આરામથી લટાર મારતી જોવા મળી હતી,આપને જણાવી દઈએ કે ગાંગડા ગામમાં સિંહણે માત્ર લટાર જ નથી મારી તેણે ગાયનું મારણ કર્યું છે.જે બાદ સિંહણે ગામમાં દોડ લગાવી હતી,ગામમાં વારંવાર સિંહના આંટાફેરાથી લોકોમાં ભયનો માહોલ છે.લોકો પોતાના ઘરની બહાર નીકળતા અનેકવાર વિચારી રહ્યા છે.