જૂનાગઢના મેંદરડા તાલુકાના માલણકા ગામ પાસે જોવા મળ્યો સિંહ. રહેણાક વિસ્તારની ગલીમાંથી પસાર થઈ રહેલો સિંહ રાહદારીએ પોતાના મોબાઈલ કેમેરામાં કર્યો કેદ. શિકારની શોધમાં રાત્રિના સમયે વનરાજ ગામ સુધી આવી પહોંચ્યા. ગામમાં સાવજોના આંટાફેરાથી રહેવાસીઓમાં ફફડાટ. જૂનાગઢના મેંદરડા તાલુકાના માલણકા ગામ નજીક સિંહના આંટાફેરા જોવા મળ્યા છે.રહેણાંક વિસ્તારમાં સિંહની હાજરી સામાન્ય બની હોય તેમ રાત્રિના સમયે માલણકા ગામમાં શિકારની શોધમાં સિંહ ગામ સુધી પહોંચી ગયો હતો.ગામના રહેણાક વિસ્તારોમાં લટાર મારતો સિંહ કેમેરામાં કેદ થયો છે.તો બીજી તરફ ગામમાં સિંહની એન્ટ્રીથી રહીશો અને ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે.