ભાવનગરના પાલીતાણામાં યાત્રાળુનું પર્સ લઈને ભાગ્યો સિંહ. શેત્રુંજય પર્વત પર સિંહે લટાર મારીને પર્સની ઉઠામણી કરી. યાત્રા દરમિયાન સિંહ જોવા મળતા લોકોમાં ફફડાટ. અચાનક સિંહ આવી જતાં યાત્રિકોએ યાત્રા થંભાવી. થોડીવાર આંટાફેરા બાદ સિંહ યાત્રિકનું પર્સ લને ભાગ્યો. વન વિભાગને જાણ થતા યાત્રિકોનું પર્સ શોધી કઢાયું. સિંહની લટારનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ. સિંહ યાત્રાળુઓનું બેગ લઈને ભાગ્યો હોય તેવી આ પ્રથમ ઘટના ગણી શકાય. કારણ કરે ચાલુ યાત્રા દરમિયાન અચાનક સિંહ આવી જાય છે. જેને જોઈને તમામ યાત્રાળુઓ પોતાની યાત્રા થંભાવી દે છે. જો કે સિંહ હજુ પણ જાણે શિકારની શોધમાં હોય તેમ તેણે સમગ્ર વિસ્તારની રેઈકી કરી. પોતાની નજરો સામે ડાલામથ્થાને જોઈને યાત્રાળુઓના જીવ પડીકે બંધાયા. જો કે સિંહ તરત જ બેગ લઈને જંગલ તરફ ભાગ્યો. ત્યારે હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.