ગીર સોમનાથના સુત્રાપાડાના રહેણાંક વિસ્તારોમાં સિંહના આંટાફેરા વધી રહ્યાં છે. ત્યારે વધુ એક સિંહ-સિંહણનો વીડિયો વાયરલ થયો. વાવડી ગામની શેરીઓમાં સિંહ-સિંહણ આંટાફેરા કરતા નજરે પડ્યાં. શિકારની શોધમાં ગામની અંદર સિંહ-સિંહણ આવતા ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ છવાયો છે. ગીર સોમનાથ જિલ્લો સિંહોની હાજરી માટે જાણીતો છે, પરંતુ છેલ્લા કેટલાક મહિનાથી સુત્રાપાડા તાલુકાના રહેણાંક વિસ્તારોમાં સિંહોના વારંવાર દેખાવને કારણે લોકોમાં ચિંતાનો માહોલ વધી ગયો છે. હવે વાવડી ગામનો એક નવો વીડિયો સામે આવ્યો છે, જેમાં એક સિંહ અને સિંહણ શેરીઓમાં શાંતિથી ફરે છે અને આસપાસનું વાતાવરણ નિરિક્ષણ કરી રહ્યા છે.