અરવલ્લી જિલ્લામાં મોડી રાત્રે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. ગાજવીજ, વીજળીના કડાકા-ભડાકા અને ભારે પવન સાથે જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. મોડાસા, ભિલોડા અને શામળાજી સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ નોંધાયો હતો. વરસાદની સાથે ફૂંકાયેલા તેજ પવન અને વીજળીના કડાકા-ભડાકાના કારણે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો જોકે, લાંબા સમયથી ચાલી રહેલી ગરમી અને ઉકળાટ વચ્ચે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી