રાજ્યમાં 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. આગામી 48 કલાક બાદ વધી શકે છે વરસાદની તીવ્રતા. 4 દિવસ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી. માછીમારોને દરિયો નહીં ખેડવા અપાઇ સૂચના. બંગાળની ખાડી અને અરબ સાગરમાં હાલ હલચલ તેજ થઇ છે. અરબ સાગરમાં ડિપ્રેશન બની ગયું છે. જ્યારે બંગાળની ખાડીમાંથી આવેલી સિસ્ટમ હાલ લૉ પ્રેશર બની ગઇ છે. આ બંને સિસ્ટમના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે અને માવઠાની ઘાત ઉભી થઇ છે. ત્યારે આ બંને સિસ્ટમના કારણે ગુજરાતમાં પણ કમોસમી વરસાદ વરસી શકે છે. દિવાળી અને નવા વર્ષના તહેવારોની વચ્ચે જ ગુજરાતમાં હવામાન પલટાયું છે. હજુ પણ આગામી દિવસોમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાત, સાબરકાંઠા, મહીસાગર અને અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ થવાની આગાહી છે. 25 ઓક્ટોબરથી કમોસમી વરસાદની તીવ્રતા વધશે. આ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ માવઠું પડવાની શક્યતા છે.