જૂનાગઢના ઝાંઝરડા રોડ પર દીપડાના આંટાફેરા જોવા મળ્યા. ઝાંઝરડા ચોકડી પાસે રોડ ક્રોસ કરતો દીપડો દેખાયો. દીપડો નજીકના CCTV કેમેરામાં કેદ થયો. શહેરી વિસ્તારમાં દીપડો દેખાતાં ભયનો માહોલ. જૂનાગઢ શહેરના ઝાંઝરડા રોડ વિસ્તારમાં વન્ય પ્રાણી દીપડાની હાજરી જોવા મળતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે. ઝાંઝરડા ચોકડી નજીક દીપડો અચાનક રસ્તો પાર કરતો નજરે પડ્યો હતો, જેના કારણે માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોમાં પણ ભયનો માહોલ સર્જાયો. આ સમગ્ર ઘટના નજીક સ્થિત સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. શહેરના રહેણાંક અને વ્યસ્ત વિસ્તારમાં દીપડાની ચહલપહલ જોવા મળતા લોકોમાં સુરક્ષા અંગે પ્રશ્નો ઊભા થયા છે. વન વિભાગ દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને નાગરિકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે.