ગીર સોમનાથ ઉનાના આમોદ્રા ગામે દીપડાનો ખૌફ.વહેલી સવારે શિકારની શોધમાં દીપડો ઘરમાં ઘૂસ્યો. શિકારની શોધમાં આવેલો દીપડો ઘરના પાછળના ભાગેથી રસોડામાં ઘૂસ્યો. ઘર માલિકે ઘરનો દરવાજો ખોલતા જ દીપડાએ કર્યો હુમલો. દીપડાના હુમલામાં ઘરના માલિક થયા ઘાયલ.ઘરમાં ઘૂસેલા દીપડાને વન વિભાગ દ્વારા બેભાન કરી પાંજરે પુરવામાં આવ્યો. પાંજરે પુરાયેલા દીપડાને વન વિભાગ દ્વારા જસાધાર એનિમલ કેર સેન્ટરમાં લઇ જવાયો. આમોદ્રા આસપાસના વિસ્તારમાં અનેક દીપડા ફરતા હોવાની ગ્રામજનોની ફરિયાદ..વન વિભાગ દ્વારા પુરતી કામગીરી નહીં કરાતી હોવાની ફરિયાદ.