અમદાવાદમાં સાણંદના કોલટ પાસે ફરી દીપડાના પંજાના નિશાન જોવા મળ્યા. એક જ મહિનામાં ત્રીજીવાર દીપડાના પંજાના નિશાન જોવા મળતા પંથકમાં ભયનો માહોલ. વન વિભાગે પંજાના નિશાન પરથી દીપડાની હાજરીની પુષ્ટિ કરી. દીપડો 3થી 4 વર્ષનો હોવાનો વન વિભાગે અંદાજ લગાવ્યો. ત્યારબાદ મોટી દેવતી અને કોલાટ ગામમાં 4 પાંજરા મૂકાયા. દીપડાએ શ્વાનનું મારણ કર્યાના પુરાવા પણ મળ્યા. મારણ કર્યાના પુરાવા મળતા ગ્રામજનોમાં દહેશત ફેલાઈ. અગાઉ 18 ઓગસ્ટે મોટી દેવતી પાસે પંજાના નિશાન મળ્યા હતા. બાદમાં મોટી દેવતી બાયપાસ પાસે પણ પંજાના નિશાન મળ્યા. સાણંદ-શેલામાં અત્યારસુધી 4 વાર દીપડાની હાજરીના પુરાવા મળ્યા.