હવે વાત કરીશું ફરવા નીકળેલા સિંહ પરિવારની. ગીર સોમનાથના ગીર ગઢડામાં મોડી રાત્રે સિંહ પરિવારના આંટાફેરાનો વીડિયો સામે આવ્યો. રાધાકૃષ્ણ મંદિર પાસે અંદાજિત 7 સિંહ દેખાયા હતા.. જેના કારણે ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે. અવારનવાર આ જ વિસ્તારમાં સિંહના આંટાફેરા જોવા મળતા હોય છે. જેથી રાત્રિ દરમિયાન ગ્રામજનોનું ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે.