બુધવારે કઠુઆમાં <strong><a href="https://tv9gujarati.com/videos/short-videos/after-heavy-rain-in-dharaji-the-situation-is-critical-watch-video">ભારે વરસાદ</a></strong>ને કારણે ભૂસ્ખલન થયું હતું. ભૂસ્ખલનના કારણે અનેક મકાનોને નુકસાન થયું છે. જેના કારણે ત્રણ બાળકો સહિત આઠ લોકોના મોત થયા હતા. કઠુઆના ડેપ્યુટી કમિશનર રાકેશ મિન્હાસે મૃતકના નજીકના સંબંધીઓને એક્સ-ગ્રેશિયા તરીકે 50,000 રૂપિયાની તાત્કાલિક ચુકવણી કરવાનો આદેશ આપ્યો છે. અધિકારીએ ઘાયલો માટે 25,000 રૂપિયાની તાત્કાલિક રાહત રકમને મંજૂરી આપી છે.