કિરીટ પટેલે રાધનપુરથી રઘુ દેસાઈને જીતાડવાનું કહેતાં કોંગ્રેસ કાર્યકરે વાંધો ઉઠાવ્યો. ઉમેદવારનું નામ પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે તેવી ટકોર કરી. કિરીટ પટેલે મંચ પરથી જ કોંગ્રેસ કાર્યરને વળતો જવાબ આપ્યો. કહ્યું, કોંગ્રેસની પથારી કોંગ્રેસના આવા લોકો જ ફેરવે છે. પાટણમાં જનઆક્રોશ રેલીમાં કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલના નિવેદને જગાવી ચર્ચા. કિરીટ પટેલે નામ લીધા વિના ભાજપના ધારાસભ્યને નાચવાવાળા ધારાસભ્ય કહી કર્યો કટાક્ષ. કહ્યું, બોલકાને બદલે નાચવાવાળા ધારાસભ્ય આવ્યા. હવે નાચવાવાળાને બદલે બોલવાવાળા રઘુ દેસાઈને જીતાડજો. આમ આક્રોશ વ્યક્ત કરવાનો હતો વર્તમાન સરકાર સામે.પણ પોતાની પાર્ટીમાં જ આક્રોશ હોય તેવું વાતાવરણ સર્જાઈ ગયું.એક તરફ સ્ટેજ પરથી હૈયાવરાળ નીકળી.તો બીજી તરફ કોંગ્રેસ કાર્યકર્તાઓએ પાર્ટી હાઈકમાન્ડ પર નિશાન તાક્યું.ટૂંક્માં કોંગ્રેસના જન આક્રોશ યાત્રા, કોંગ્રેસની પોલપોલ યાત્રા બની ગઈ હતી.