સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા-હડાદ-અંબાજી રેલવે લાઈનના નિર્માણની દિશામાં પ્રયાસો તેજ થયા છે..રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે લોકેશન સર્વે અને વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ માટે 1.15 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે...રેલવે લાઈનના નકશા અને સ્થળ સ્થિતિનો સર્વે કરવામાં આવશે.અને નવો DPR તૈયાર કર્યા બાદ. પ્રોજેક્ટના અંદાજિત ખર્ચનું એસ્ટીમેટ બનાવી વિગતવાર અહેવાલ રેલવે મંત્રાલયને સોંપવામાં આવશે.મહત્વનું છે કે.ખેડબ્રહ્મા-હડાદ રેલવે લાઈન માટે સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયાએ રેલવે પ્રધાનને રજૂઆત કરી હતી..આ રેલવે લાઈનના નિર્માણથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાને મોટો લાભ થશે. મધ્ય ગુજરાત, અમદાવાદ અને દક્ષિણ ગુજરાતથી ખેડબ્રહ્મા અને અંબાજીના દર્શને આવતા યાત્રિકોને સીધી રેલ સુવિધા મળશે.