ખેડાની ઠાસરા નગરપાલિકાએ રોપાના પરિવહન માટે કર્યો એમ્બ્યુલન્સનો ઉપયોગ. છોડ લઈ જવા માટે એમ્બ્યુલન્સ જેવી ઈમરજન્સી સેવાનો ઉપયોગ કરવામાં આવતાં સવાલ ઉઠ્યા. પર્યાવરણ દિવસ પર વૃક્ષારોપણ કાર્યક્રમ વખતનો વીડિયો સામે આવ્યો. પર્યાવરણ દિવસ નિમિત્તે ઠાસરા નગરપાલિકાએ શહેરના સ્મશાન ગૃહ નજીક વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો, વૃક્ષના રોપાના પરિવહન માટે સીધી ઇમરજન્સી આરોગ્ય સેવા માટેની સરકારી એમ્બ્યુલન્સ કામે લગાડી દીધી હવે સવાલ એ છે કે શું નગરપાલિકાને રોપા પરિવહન માટે કોઈ બીજુ વાહન ન મળ્યું ?