મહેસાણા જિલ્લામાં માવઠાએ ખેડૂતોને ન ઘરના, ન ઘાટના કરી દીધા છે. માત્ર મહેસાણામાં જ ખેતીપાકોને રૂપિયા 47 કરોડના નુકસાનનો અંદાજ છે.. પાક નુકસાની બાદ સરવેની કામગીરીમાં જોડાયેલી 182 ટીમોએ પોતાની કામગીરી પૂર્ણ કરી છે. જેમાં 610 ગામોમાં થયેલા સરવેમાં કુલ 46 હજાર 237 જેટલા ખેડૂતો પ્રભાવિત થયાની વિગતો સામે આવી છે.. સરવેમાં ખુલાસો થયો છે કે મગફળી, ડાંગર, અડદ, અને ગુવાર જેવા પાકો કાપણી અવસ્થાએ જ હતા. અને માવઠાની મોકાણમાં બધુ હતું ન હતું થઇ ગયું. અને ખેડૂતોને મોઢે આવેલો કોળીયો છીનવાઇ ગયો. મહેસાણા જિલ્લામાં માવઠાએ ધરતીપુત્રને ના ઘરના કે ના ઘાટના રહેવા દીધા...માવઠાનો માર એવો પડ્યો કે હાલ બેહાલ થઈ ગયા.ખેતીવાડી વિભાગના સરવેમાં જિલ્લામાંથી ચોંકાવનારા આંકડા સામે આવ્યા. માત્ર મહેસાણામાં જ ખેતીપાકોને રૂપિયા 47 કરોડના નુકસાનનો અંદાજ છે.પાક નુકસાની બાદ સરવેની કામગીરીમાં જોડાયેલી 182 ટીમોએ પોતાની કામગીરી પૂર્ણ કરી છે. જેમાં 610 ગામોમાં થયેલા સરવેમાં કુલ 46 હજાર 237 જેટલા ખેડૂતો પ્રભાવિત થયાની વિગતો સામે આવી.. સરવેમાં ખુલાસો થયો છે કે મગફળી, ડાંગર, અડદ, અને ગુવાર જેવા પાકો કાપણી અવસ્થાએ જ હતા. અને માવઠાની મોકાણમાં બધુ જ બરબાદ થઈ ગયુ...ખેડૂતોને મોઢે આવેલો કોળીયો છીનવાઇ ગયો. ,લેક્ટરે નુકસાનીનો રિપોર્ટ સરકારમાં મોકલાવી દીધો છે