હવે પેટ્રોલ પંપો પર કેરોસીન મળશે. જી હા, યુદ્ધની સ્થિતિ અને ગેસ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય કર્યો છે. અને કેરોસીન વિતરણના નિયમો હળવા કર્યા છે. કેન્દ્રના નવા નિર્ણય મુજબ હવે પેટ્રોલ પંપો પર કેરોસીનનું વિતરણ કરાશે. એટલે કે હવે દરેક જિલ્લામાં બે પેટ્રોલ પંપો કેરોસીનનું વિતરણ કરવામાં આવશે. સાથે જ દરેક પેટ્રોલ પંપ 5 હજાર લીટર સુધી કેરોસીનનો સ્ટોક રાખી શકશે. પેટ્રોલિયમ અધિનિયમ, 1934 અને પેટ્રોલિયમ નિયમો, 2002 હેઠળ આપવામાં આવેલી સત્તાનો કેન્દ્ર સરકારે ઉપયોગ કર્યો છે. અને 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કેટલાક નિયમોમાં અસ્થાયી છૂટછાટ આપવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે. દરેક જિલ્લામાં સરકાર વધુમાં વધુ 2 પેટ્રોલ પંપ પસંદ કરશે. જ્યાં આ સુવિધા આપવામાં આવશે. સરકારે સપ્લાય સરળ બનાવવા માટે 60 દિવસ માટે જાહેર વિતરણ પ્રણાલીના નિયમોમાં છૂટછાટ આપી છે, જેથી જરૂરિયાતમંદ પરિવારો સુધી કેરોસીન સમયસર પહોંચી શકે. સરકારે આ નિર્ણય અમેરિકા-ઇઝરાયેલના ઇરાન સંઘર્ષને કારણે લીધો છે. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને કારણે ભારતમાં ગેસ, પેટ્રોલ-ડીઝલની અછત છે.. કેન્દ્ર સરકાર સતત વર્તમાન પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી રહી છે.. જોકે નવા ફેરફાક ક્યારથી અમલી થશે તે અંગે ખાસ કોઇ સ્પષ્ટતા નથી કરવામાં આવી.