તો મોરબી ભાજપમાં ચાલતો ઉકળતો ચરૂ હવે ધીમે ધીમે સપાટી પર આવી રહ્યો છે. કેન્સરને મ્હાત આપ્યા બાદ મંત્રી કાંતિ અમૃતિયાનું મોરબીમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.. જોકે સ્વાગત સમારોહમાં જૂથવાદ જોવા મળ્યો. અને સભામાં ભાજપના અનેક આગેવાનોની ગેરહાજરી ઉડીને આંખે વડગી. સભામાં જિલ્લા ભાજપ પ્રમુખ, વિરોધી જૂથના ભાજપના નેતાઓ ગેરહાજર રહ્યા. કાંતિ અમૃતિયાએ ગેરહાજર રહેલા લોકો પર કટાક્ષ કરતા ચાબખા માર્યા. તો જ્યારે અમૃતિયાને વિરોધીઓ મુદ્દે પૂછવામાં આવ્યું તો તેમના પર મન મૂકીને વરસ્યા.. અને વિરોધીઓનો ફુગ્ગો ફૂટી ગયાની વાત કરી. તો વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણીએ વિરોધીઓની સરખામણી હીજડાઓ સાથે કરી. જીતુ સોમાણીએ કાંતિ અમૃતિયાને મર્દ ગણાવ્યા અને દેશી કહેવતના માધ્યમથી વિરોધીઓ પર ચાબખા માર્યા.. તેઓએ એટલા સુધી દાવો કર્યો કે વિરોધી તત્વો કાંતિ અમૃતિયા જીનવ સામે જંગ જીતીને જીવતા પાછા ન આવે તેવી પ્રાર્થના કરતા હતા. સાંભળો જીતુ સોમાણીએ શું કર્યો સૌથી મોટો ઘટસ્ફોટ. કહેવાય છે કે રાજનીતિમાં કોઇ ક્યારે દોસ્ત કે દુશ્મન નથી હોતું. પરંતુ મોરબી ભાજપમાં ચાલી રહેલો વિખવાદ રાજનીતિની ચરમસીમા દર્શાવી રહ્યો છે. ત્યારે કેન્સર સામે જંગ જીતીને કાંતિ અમૃતિયાએ માત્ર મોતને નહીં પણ પોતાના રાજકીય વિરોધીઓને પણ મ્હાત આપી દીધી છે.