સુરત-મુંબઈ નેશનલ હાઈવે પર કામરેજ બ્રિજ અતિ બિસ્માર હાલતમાં છે,, તાપી નદીના બ્રિજ પર મોટું ગાબડું પડ્યું છે. ગાબડું છતાં હાઈવે ઓથોરિટીનું તંત્ર દુર્ઘટનાની રાહ જોઇને બેઠું છે. તંત્રએ બ્રિજના બે સ્લેબ વચ્ચે ગેપ હોવાથી લોખંડની પ્લેટ મુકીને સંતોષ મનાયો છે. ત્યારે વડાદરાની દુર્ઘટના બાદ ધારાસભ્ય કુમાર કાનાણીએ સમારકામની માગ કરી. સુરત-મુંબઈ હાઈવે પર કામરેજ બ્રિજ પરથી પસાર થતા વાહનચાલકોનો છૂટી જાય છે પરસેવો. કેમ કે એટલી હદે બિસ્માર છે કે આ અહેવાલ જોઈ તમને પણ ડર લાગશો.