યાત્રા શરૂ થવાને લઇ શિવભક્તોમાં ખૂબ ખુશીનો માહોલ છે. હવે ભક્તો કેદારનાથ, અમરનાથ સિવાય કૈલાશ માનસરોવરની યાત્રા પણ કરી શકશે. ચાઇના સરકારની મંજૂરી બાદ નેપાળના કાઠમાંડુ થઇને ચીનમાં પ્રવેશ કરી શકાશે. તેના માટે ભારતીય ભક્તો પાસે ચીનના વિઝા સહિત જરૂરી દસ્તાવેજ હોવા જરૂરી છે. મહત્વનું છે, હાલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધામાં વધારો થતા યાત્રિકો કૈલાશ યાત્રા માટે વધુ રસ દાખવી રહ્યા છે. કારણ કે, યાત્રા દરમિયાન રહેવા માટે પાકા મકાનો અને જમવા માટે શુદ્ધ ભોજન તેમજ પાણીની વ્યવસ્થા મળી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે, 5 વર્ષ પહેલા કરતા સુવિધામાં હવે વધારો થયો છે. જેથી રૂપિયા 25 હજારનો ખર્ચ વધુ ભોગવવો પડશે.ગુજરાતથી માનસરોવર યાત્રા માટે 13થી 15 દિવસનો સમય થાય છે.