જૂનાગઢમાં સિંહ અને સિંહણ વચ્ચેની લડાઈનો વીડિયો આવ્યો સામે. વાયરલ વીડિયો સાસણ ગીર જંગલનો હોવાનું અનુમાન. સોશિયલ મીડિયામાં વીડિયો ખૂબ જ વાયરલ. આ વીડિયો કેટલા સમય પહેલાનો છે. તે હાલ જાણી શકાયું નથી. પરંતુ, પ્રકૃતિ અને જંગલી પ્રાણીના પ્રેમીઓ માટે આ દ્રશ્યો જોવાલાયક છે. હાલ, આ વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ વાયરલ થઇ રહ્યો છે. મહત્વનું છે, ગીર જંગલ.એટલે સિંહોનું ઘર. જ્યાંથી સિંહોની લીલાના દ્રશ્યો જોવા મળતા હોય છે. ઘણી વખત સિંહો શિકારની શોધમાં રહેણાંક વિસ્તારોમાં જતા રહે છે. પરંતુ, આ દ્રશ્યોમાં સિંહ પરિવાર વચ્ચે ઝઘડો જોવા મળે છે.