જૂનાગઢમાં પવિત્ર શ્રાવણ માસનાં પ્રથમ દિવસે ભવનાથ મહાદેવ મંદિરમાં ભક્તોનું ધોડાપૂર ઉમટ્યું છે. ભોળાનાથને રીઝવવા માટે ભાવિકોએ જળાભિષેક, દૂધાભિષેક અને બિલિપત્રો અર્પણ કર્યા. સાથે પરિવારની સુખાકારી અને સમૃદ્ધી માટે પ્રાર્થના પણ કરી. તો જૂનાગઢના ડેપ્યુટી મેયર પણ લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી. સાથે લોકોને મંદિર પરિસર અને શહેરમાં સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી છે.